ગુજરાતમાં અન્ન સુરક્ષાનું બન્યું મજબૂત કવચ
PM ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 117 મેટ્રિક અનાજનું થયું વિતરણ
ટેક્નોલોજી મફત અનાજ વિતરણમાં લાવી પારદર્શિતા
ગુજરાતમાં 3.24 કરોડ નાગરિકો સુધી પહોંચ્યું મફત અનાજ
75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને મળ્યું મફત અનાજનું સુરક્ષા કવચ
ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ ખાદ્ય સુરક્ષાનું એક મજબૂત કવચ બની છે. જૂન 2026 સુધીમાં રાજ્યના 3.24 કરોડથી વધુ નાગરિકો અને 75.25 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને 117 લાખ મેટ્રિક ટનથી વધુ મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ ખાદ્ય સુરક્ષાનું એક મજબૂત કવચ બની છે. કોરોનાકાળથી શરૂ થયેલી આ યોજના હેઠળ રાજ્યના ખૂણે-ખૂણે વસતા ગરીબોના ઘર સુધી 117.19 લાખ મેટ્રિક ટનથી વધુ મફત અનાજ પહોંચાડીને સરકારે તેમની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી છે.
આ યોજના અંતર્ગત ઘઉં, ચોખા, ગોળ અને ચણા જેવી આવશ્યક વસ્તુઓ વિનામૂલ્યે મળતાં સામાન્ય પરિવારોને મોટી આર્થિક રાહત મળી છે. અનાજ વિતરણમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા પુરવઠા વિભાગ દ્વારા સતત સઘન તપાસ કરવામાં આવે છે. e-POS મશીન અને ડિજિટલ પ્રણાલીના કારણે અનાજનો બગાડ તથા કાળાબજાર સંપૂર્ણપણે અટકાવી શકાયા છે.
એટલું જ નહીં, ‘વન નેશન વન રેશન કાર્ડ’ વ્યવસ્થાથી પ્રવાસી શ્રમિકો દેશના કોઈપણ ખૂણેથી સરળતાથી પોતાનું રેશન મેળવી શકે છે. જે લાભાર્થીઓની આંગળીઓની છાપ મેચ થતી નથી, તેમના માટે રેટિના સ્કેનિંગ જેવી આધુનિક ટેક્નોલોજી અમલમાં મુકાઈ રહી છે. આ પારદર્શક ડિજિટલ વ્યવસ્થા અને મજબૂત ફરિયાદ નિવારણ પોર્ટલ દ્વારા આ યોજનાએ રાજ્યમાં ભૂખમુક્ત અને પોષણયુક્ત સમાજના નિર્માણ તરફ દૃઢ કદમ વધાર્યા છે.
