અષાઢી બીજના રોજ રથયાત્રા પર્વની ઉજવણી કરાશે
કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણીનું આયોજન
એ’ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી
ભાઇચારા સાથે પર્વની ઉજવણી કરવા પોલીસની અપીલ
મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય હતી.
આગામી તા. 16 જુલાઈ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં આ પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ-મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.
