ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાને રાખીને  પ્રજાલક્ષી સુવિધાઓ સુદ્રઢ કરવા અને સરકારી વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધવાના હેતુથી અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સંકલન મીટિંગમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કલેક્ટરશ્રીએ પ્રજાપયોગી કાર્યોને વેગ આપવા અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જરૂરી પૃચ્છા કરી વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.આ બેઠકમાં મુખ્યત્વે રોડ-રસ્તાની સ્થિતિ અંગે  ચર્ચા કરવામાં આવી હતી. 

ચોમાસા દરમિયાન બિસ્માર બનેલા રોડ-રસ્તા તેમજ વિવિધ માર્ગો પર આપવામાં આવેલા ડાયવર્ઝનનું તાત્કાલિક ધોરણે સમારકામ (રિપેરિંગ) કરવા સુચના આપવામાં આવી હતી.આ સાથે, ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા તેમજ જાહેર આરોગ્યની જાળવણી માટે પણ ચર્ચા કરાય હતી.