અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
મામલતદાર કચેરી ખાતે આયોજન
જન સેવા કેન્દ્રનું કરાયુ ઉદ્ઘાટન
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
અધિકારીઓ કર્મચારીઓ રહ્યા હાજર
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે નવનિર્માણ પામેલ અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર મામલતદાર કચેરી પરિસરમાં નવનિર્મિત અત્યાધુનિક ‘જનસેવા કેન્દ્ર’નું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર ખાતે શરૂ થયેલું આ નવું જનસેવા કેન્દ્ર આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યાં વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓ મેળવવાની કામગીરી વધુ ઝડપી બનશે.આ કેન્દ્રમાં નાગરિકોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા, ડિજિટલ ટોકન સિસ્ટમ અને હેલ્પડેસ્ક જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી અરજદારોનો સમય બચશે અને વહીવટમાં વધુ પારદર્શિતા આવશે.આ નવીન જનસેવા કેન્દ્ર ખાતેથી આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ, રેશનકાર્ડને લગતી કામગીરી સહિતની સેવાઓ એક જ છત્ર નીચે ડિજિટલ માધ્યમથી પૂરી પાડવામાં આવશે.આ ઉદ્ઘાટન પ્રસંગે, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
