ધરમપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગાંજાનું વાવેતર
અંતરિયાળ ગામમાંથી ઝડપાયુ ગાંજાનું વાવેતર
એસઓજીની ટીમે કર્યો ગાંજાના વાવેતરનો પર્દાફાશ
19 કિલોના લીલા છોડ સાથે અજય કુંવરની ધરપકડ
રૂ.9.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હવે નશાના કારોબારે પગપેસારો કર્યો છે, ત્યારે ધરમપુર તાલુકાના કોસીમપાળા ગામમાં એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાં એક યુવકના ખેતરમાંથી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું ગાંજાનું વાવેતર ઝડપાયું હતું.
વલસાડ એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં એક ખેતરમાંથી ગેરકાયદેસર રીતે વાવેલા 19 કિલો વજનના ગાંજાના 20 લીલા છોડ મળી આવ્યા હતા.
પોલીસે આશરે રૂપિયા 9.50 લાખની કિંમતનો ગાંજો અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 9.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર ખેતી કરનાર 31 વર્ષીય આરોપી અજય કુંવરની ધરપકડ કરી ધરમપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
