અંકલેશ્વરના ટી બ્રિજ પર હાલમાં જ ગાબડું પડવા સાથે સળિયા બહાર દેખાવાની ઘટના સામે આવી હતી. જેમાં બ્રિજની કામગીરીમાં ગુણવત્તા સામે સવાલો ઉભા થયા હતા. હવે સુરવાડી બ્રિજના છેડા પર રસ્તા પર રેતીના પથરાવની સમસ્યા સામે આવી છે. બ્રિજના છેડે માર્ગ પર રેતીને લઈ વરસાદી સીઝનમાં અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે. વરસાદ બાદ જ બ્રિજના માર્ગ પર રેતીનું સામ્રાજ્ય જામ્યું હતું. તંત્ર બ્રિજના રસ્તા પરથી રેતી સાફ કરી વાહન ચાલકોને સુરક્ષા પ્રદાન કરે તે જરૂરી બન્યું છે.
અંકલેશ્વર: સુરવાડી બ્રિજ પર વરસાદ બાદ હવે રસ્તા પર રેતીના સામ્રાજ્યથી અકસ્માતનો ખતરો
