ભરૂચ કલેકટરને કરાય રજુઆત

જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

રેલી કાઢી આવેદનપત્ર પાઠવાયું

ગંગાનગરમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનાનો વિરોધ

જવાબદારો સામે કાર્યવાહની માંગ 

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 13 વર્ષની બાળકી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી દુષ્કર્મની ગંભીર ઘટનાને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જિલ્લા કલેક્ટરને રેલી કાઢી આવેદનપત્ર પાઠવી નિષ્પક્ષ અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે આવી ઘટનાઓ માત્ર એક પરિવારની નહીં, પરંતુ સમગ્ર સમાજની સુરક્ષા અને ન્યાય વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેથી ઘટનાની ઉચ્ચસ્તરીય, પારદર્શક અને સમયબદ્ધ તપાસ કરીને દોષિતોને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ઝડપી સજા અપાવવાની માંગ કરવામાં આવી છે.

સાથે જ તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના રાજકીય, સામાજિક કે અન્ય દબાણને સ્થાન ન આપવા, પીડિતાના પરિવારને સંપૂર્ણ સુરક્ષા, માનસિક અને કાનૂની સહાય તેમજ સરકારની નીતિ મુજબ યોગ્ય વળતર અને જરૂરી સહાય તાત્કાલિક પૂરી પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.