અંકલેશ્વરમાં મીઠા ફેક્ટરી નજીક આવેલી નહેરમાં એક વ્યક્તિ ડૂબી જતાં મોત નીપજવાની ઘટના સામે આવી છે.પ્રાથમિક માહિતી અનુસાર, અજાણ્યા કારણોસર વ્યક્તિ નહેરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, વ્યક્તિને બચાવી શકાયો નહોતો અને ટીમે મૃતદેહને નહેરમાંથી બહાર કાઢ્યો હતો.ઘટનાની જાણ થતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે તેમજ અકસ્માતે ડૂબી જવાની ઘટના અંગે તપાસ શરૂ કરી છે.