સુરતમાં અષાઢી બીજના પાવન પર્વે જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરવા માટે ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હતું.
સુરતમાં અષાઢી બીજના પાવન પર્વે ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો. જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું.’જય જગન્નાથ’ ના નારા સાથે સુરત નગરી ગુંજી ઉઠી છે.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરવા માટે ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હતું.ભગવાની એક ઝલક નિહાળવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો,આ પ્રસંગે ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા,અને જગન્નાથજીના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા.
આ ભવ્ય રથયાત્રા પ્રસંગે પૂજ્ય સાધુ-સંતો અને અગ્રણી રાજકીય આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વર્ષમાં એક જ વાર ભગવાન પોતે ભક્તોને સામેથી દર્શન આપવા નગરમાં નીકળતા હોવાથી સુરતનો ખૂણે-ખૂણો આજે જગન્નાથ ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે.
