અંકલેશ્વર-વાલિયા માર્ગનું નવીનીકરણ થતા જ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે.ત્યારે ગુજરાત ગાર્ડિયન કંપની પાસે હાઈવા ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા હાઈવા ટ્રક ચાલક તેનું રીપેરીંગ કરી રહ્યા હતા.તે સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રાન્સપોર્ટની કોમર્શિયલ ટ્રક ઉભેલ હાઈવા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ટ્રક ચાલકને ઇજાઓ પહોંચી હતી.ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
