અંકલેશ્વરમાં કરવામાં ઉજવણી

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી

વિવિધ કાર્યક્રમો યોજાયા

મંત્રી કૌશિક વેકરીયા રહ્યા ઉપસ્થિત

તેજસ્વી તારલાઓનું કરાયુ સન્માન

ભગવાન બિરસા મુંડાજીની આજરોજ 151મી જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વરમાં રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરમાં ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે ભરૂચીનાકા સ્થિત ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને મહાનુભાવોએ ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારબાદ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી જીનવાલા હાઈસ્કૂલના પટાંગણમાં પહોંચ્યા બાદ ત્યાં સમારોહ યોજાયો હતો.સમારોહ દરમિયાન આદિવાસી સમાજના વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર રમતવીરો તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, નગરપાલિકાના સભ્યો સહિત આમંત્રિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ, બલિદાન અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના યોગદાનને યાદ કરી તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.