જંબુસર નગર સ્થિત કાછિયા પટેલ વાડી ખાતે આયોજન

હરિપ્રબોધમ સત્સંગ સમાજ દ્વારા સત્સંગ સભાનું આયોજન

ગુરુહરી સ્મૃતિ પર્વ-ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાશે

મોટી સંખ્યામાં સંતો-મહંતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં હરિપ્રબોધમ સત્સંગ સમાજ દ્વારા ગુરુહરી સ્મૃતિ પર્વ અને ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત કાછિયા પટેલ વાડી ખાતે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ગુરુહરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની પાંચમી પુણ્યતિથિ અંતર્ગત સ્મૃતિ પર્વ અને સંત શ્રીજીચરણ સ્વામી, સ્વિકૃત સ્વામી, સાધુ સૌરભ સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંતોએ જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીનું જીવન ભક્તો માટે હતું. પ્રબોધ સ્વામીજીનો સંકલ્પ સેવા, સ્મૃતિ, સૃહદભાવ, સ્વધર્મ તે અંગે સવિસ્તાર છણાવટ સાથે સમજાવી ભગવદી સંતો સાથે ખુલ્લા દિલનો સંબંધ રાખવા, આ સહિત દુનિયા આખી ભગવાન ભજે છે સુખી સંસાર માટે, પરંતુ આપણે આત્માને સુખી કરવા ભગવાન ભજવાના છે. આ પ્રસંગે સંતબહેન પૂજ્ય શુકમુની બહેન, સુખચેન બહેન તથા સંત દર્શન બહેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.