ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામ સ્થિત પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ-ભરૂચ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે સૂકામેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામ ખાતે શ્રીકૃષ્ણ આશ્રમ શાળા ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તથા અન્ય દાતાઓના સહયોગથી ગૌરીવ્રત નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કુંવારિકાઓને સૂકામેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય 100 જેટલા વિદ્યાર્થીઓને નાસ્તો તથા કપડાનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અંદાજે 100 જેટલી કુંવારિકાઓને સૂકામેવો, હાથ રૂમાલ, લિપસ્ટિક, ટેલકમ પાવડર, નેઇલ પોલીસ, મહેંદીના કોન, હેર પીન, બક્કલ, કાસકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમા પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, ઉપપ્રમુખ શીલા પટેલ, સેક્રેટરી સીમા ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન હંસા પટેલ તેમજ મોટી સંખ્યામાં સંસ્કૃતિ ટ્રસ્ટના સદસ્યો તથા આશ્રમશાળાના પ્રમુખ યોગેશ જોશી સહિત અન્ય દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગૌરીવ્રત પાળતી કુંવારિકાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
