હરિયાણાના પાનીપતમાં ડોક્ટરની બેદરકારીનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મહિલાના પગની સર્જરી કરવાના બદલે તબીબ દ્વારા હાર્ટ સર્જરી કરવામાં આવતા મહિલાનો જીવ ગયો હોવાના આક્ષેપ તેણીના પરિવારજનોએ લગાવ્યા હતા.

ગુડ્ડી દેવી કે જે પાનીપત,હરિયાણાના રહેવાસી હતા.જેમનું એક અકસ્માતમાં પગ ફ્રેક્ચર થતાં પાનીપતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા.જ્યાં ડોક્ટરે પરિવારની જાણ અને મંજૂરી વગર જ મહિલાની હાર્ટ સર્જરી કરી નાખી હતી.જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું.હોસ્પિટલ પ્રશાસનને આ અંગે પરિવાર દ્વારા પૂછપરછ કરવામાં આવતા સ્ટાફ દ્વારા સીધા જવાબો આપવામાં આવ્યા ન હતા તેથી પરિવાર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યો હતો.

પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે.રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવાની પોલીસે જાણ કરી હતી.