હાંસોટ પંથકમા પુરની સ્થિતિ યથાવત

કિમ નદી હજુ પણ ઓવરફ્લો

સાહોલ ગામ નજીક સ્ટેટ હાઇવે પર પાણી

સતત બીજા દિવસે માર્ગ બંધ

વાહન ચાલકોને મુશ્કેલી

ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીક કિમ નદીના પાણી માર્ગ પર ફરી વળતા અંકલેશ્વર-હાંસોટ-સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સતત બીજા દિવસે વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.

ભરૂચ જિલ્લામાં પડેલા વરસાદની અસર હજુ યથાવત જોવા મળી રહી છે. હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક કિમ નદીના પાણી સ્ટેટ હાઇવે પર ફરી વળતાં અંકલેશ્વર–હાંસોટ–સુરતને જોડતો મહત્વનો સ્ટેટ હાઇવે સતત બીજા દિવસે પણ વાહન વ્યવહાર માટે બંધ રહ્યો છે.

હાઇવે બંધ રહેતાં બંને તરફ વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ છે. જેના કારણે રોજિંદા મુસાફરો, નોકરીયાતો તેમજ માલવાહક વાહનોના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પાણી ઓસર્યા બાદ જ માર્ગ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.