અંકલેશ્વરમાં કરાયુ આયોજન
યુવા ભાજપ દ્વારા આયોજન
પી.એમ.મોદીના જન્મદિવસની ઉજવણી
રક્તદાન શિબિરનું આયોજન
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યુવા ભાજપ અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા યુવા ભાજપ અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે યોજાયેલી રક્તદાન શિબિરમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુશાંત કઠોરવાલા, આગેવાન અનિલ પટેલ, જય તેરૈયા સહિત યુવા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.રક્તદાન શિબિરના આયોજન થકી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાના હેતુથી સામાજિક સેવા અને જનભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો અમે 76 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતુ
