ભરૂચના તવરા ગામે કરાયુ સ્વાગત

સાયકલ યાત્રીનું સ્વાગત કરાયુ

નવસારીથી સૌરાષ્ટ્રની સાયકલ યાત્રાનું આયોજન

આગેવાનોએ પાઠવી શુભકામના

ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

નવસારી જિલ્લાના એંધલ ગામથી ધાર્મિક સાયકલ યાત્રાએ નીકળેલા સાયકલ યાત્રીનું ભરૂચના તવરા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

નવસારી જિલ્લાના એંધલ ગામથી ધાર્મિક સાયકલ યાત્રાએ નીકળેલા નરેશભાઈ આહિર તેમના 13મા વાર્ષિક સાયકલ પ્રવાસ અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના તવરા ગામ ખાતે આવેલા પાંચ દૈવી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા.નરેશભાઈ આહિર દર વર્ષે એંધલ ગામથી વીરપુર, જુનાગઢ, રાજપરા સહિત સૌરાષ્ટ્રના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળોએ સાયકલ દ્વારા પ્રવાસ કરીને દેવદર્શન કરે છે. તેમની આ અનોખી ધાર્મિક યાત્રા આસ્થા, શ્રદ્ધા અને સંકલ્પનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.

તવરા ગામે આગમન સમયે ભરૂચ જિલ્લા આહિર સમાજના પૂર્વ પ્રમુખ તથા દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ  ડાહ્યાભાઈ આહિર અને ગ્રામ પંચાયતના સભ્ય  મુકેશભાઈ આહિર દ્વારા નરેશભાઈ આહિરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ તેમની ધાર્મિક ભાવના અને સતત 13 વર્ષથી ચાલી રહેલી સાયકલ યાત્રાની પ્રશંસા કરી હતી.