ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસની ઉજવણી

ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા

ભરૂચના માતરિયા તળાવ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી તથા ઓબીસી મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના માતરિયા તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.ભરૂચ જિલ્લા ભાજપ અને ભરૂચ જિલ્લા ઓબીસી મોરચાના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઓબીસી મોરચના પ્રમુખ પરેશ લાડ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.