દશ દિવસ સુધી ભક્તોના ઘરે આતિથ્ય માણી ભક્તોના દુઃખડા હરનાર દશામાની આજે વિદાય થશે. દશામાના વિસર્જનને લઈને ભક્તોમાં ભાવુક માહોલ જોવા મળી રહ્યો છે.ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ખાતે દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાવન સલીલા નર્મદા નદીમાં ભક્તો શ્રદ્ધાભેર દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરશે.રાત્રિના સમયે મોટી સંખ્યામાં ભક્તો દશામાની પ્રતિમાઓ સાથે વિસર્જન સ્થળે પહોંચશે. માતાજીને વિદાય આપતી વેળાએ ભક્તોમાં ભાવુક દૃશ્યો સર્જાશે. ‘દશામા આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષ સાથે ભક્તો ભારે હૈયે દશામાને વિદાય આપશે.વિસર્જન દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નર્મદા પાર્ક ખાતે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે નર્મદા પાર્ક ખાતે પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ તૈનાત રહેશે
