ભરૂચમાં કરાયુ આયોજન

દશામાંના વ્રતની પુર્ણાહુતી

નર્મદા નદીમાં કરાયુ વિસર્જન

દશામાંની પ્રતિમાઓનું વિસર્જન

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચમાં અત્યંત ભક્તિભાવ પૂર્વક દશામાંની પ્રતિમાઓનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું

ભરૂચના કુકરવાડા ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે દસ દિવસ સુધી ભક્તોના ઘરે બિરાજમાન રહેલાં દશામાની મૂર્તિનું રાત્રે 12 વાગ્યે આરતી બાદ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

કુકરવાડા નર્મદા ઘાટ ખાતે મૂર્તિ વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન માટે ઉમટી પડતાં ઘાટ પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.નર્મદા નદીમાં કચરો ન જાય તે હેતુથી ખાસ કચરા વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાજિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને માત્ર દશામાની મૂર્તિનું જ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.વિસર્જન માટે આવેલા ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, નાસ્તો અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.

આ તરફ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા પાર્ક ખાતે પણ પાવન સલીલા માં નર્મદામાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા વિસર્જન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.ભારે હૈયે ભક્તોએ દશામાની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું.