અંકલેશ્વરના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત બાપ્પાની પ્રતિમાની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. નર્મદા હોસ્પિટલથી ગડખોલ ગામ સુધી ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી.આગમન યાત્રામાં ડી.જે.ના તાલે યુવાઓ સહિત ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવતા સમગ્ર માહોલ ગણેશમય બની ગયો હતો.ગણપતિ બાપ્પાના દર્શન અને આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભક્તોએ જયઘોષ સાથે બાપ્પાનું ભાવભેર સ્વાગત કર્યું હતું. સિદ્ધેશ્વરી યુવક મંડળના કાર્યકરો દ્વારા આગમન યાત્રાને સફળ બનાવવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.