ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના મુદ્દે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા
ભાવનગરમાં બનેલા દુઃખદ લઠ્ઠાકાંડને લઈને સરકારની જવાબદારી, ઘટનાની હકીકત તથા જવાબદાર લોકો સામે કાર્યવાહી જેવા મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી, ભરૂચ દ્વારા શુક્રવારે સાંજે ભરૂચ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપના આગેવાનો દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડ અંગે સરકારની જવાબદારી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ઘટનાની સંપૂર્ણ હકીકત જનતા સમક્ષ લાવવાની અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.આપના આગેવાનોએ જણાવ્યું હતું કે આવી ગંભીર ઘટનાઓમાં માત્ર ઘટનાની તપાસ પૂરતી ન રહે, પરંતુ જવાબદારી નક્કી કરી દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. સાથે જ સમગ્ર મામલે પારદર્શક તપાસ કરી સત્ય હકીકત જનતા સમક્ષ મૂકવાની માંગ કરવામાં આવી હતી.સદર કાર્યક્રમમાં આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
