અંકલેશ્વરના જુનાબોરભાઠા બેટ ગામના નર્મદા નદી કિનારે દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું આ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી.
દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાને વિદાય આપવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર તરફ નર્મદામાં દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જુના બોરભાઠા બેટ ગામના યુવાનો,ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગ્રુપ દ્વારા નર્મદા નદીમાં પ્રદુષણ ન ફેલાય એ માટે પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો હતો.આ પૂજાપાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.આ તરફ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ નર્મદા કાંઠે તૈનાત રાખી શાંતિપૂર્ણ રીતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી માં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યુ હતું.મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી દશામાંની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું.
