અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.દીપડાએ શ્વાનનો શિકાર કરતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાએ ગામની સીમમાં એક શ્વાનનો શિકાર કરતાં લોકોમાં વધુ ફફડાટ ફેલાયો હતો.દીપડાની સતત અવરજવરને પગલે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું. દરમિયાન દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો.દીપડો પાંજરે પુરાતાં વન વિભાગની ટીમે તેને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીપડાને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે.દીપડો પકડાઈ જતાં સેંગપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.