ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો

લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

ખેતીના પાકને જીવનદાન

ભરૂચ જિલ્લામાં રાત્રી દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેતીના પાકને પણ જીવનદાન મળ્યું હતું

ભાદરવાના પ્રારંભે જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાત્રી દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ અંકલેશ્વરમાં નોંધાયો છે.

તાલુકાવાર વરસાદની વાત કરીએ તો જંબુસરમાં 1 ઇંચ, વાગરામાં 1.5 ઇંચ, ભરૂચમાં 3 ઇંચ, ઝઘડિયામાં 2 ઇંચ, અંકલેશ્વરમાં 3.5 ઇંચ, હાંસોટમાં 3 ઇંચ, વાલિયામાં 2.5 ઇંચ અને નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના કસક, સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, વરસાદની ગતિ ધીમી પડતાં સવાર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા હતા. હાલ ભરૂચ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.