અમદાવાદના ૫૮ વર્ષીય રિયાબેન પટેલ (નામ બદલેલ છે) માટે સ્તન કેન્સરનું નિદાન થવું એ એક એવો આઘાત હતો, જેણે ક્ષણભરમાં તેમના આખા પરિવારની દુનિયા બદલી નાખી. પરંતુ શરૂઆતના આઘાત પછી સૌથી મોટો પ્રશ્ન બીમારી કરતાં પણ આગળની સારવાર અંગે હતો. શું સર્જરી કરાવવી જ પડશે કે પછી સ્તનને બચાવી શકાશે? શું સર્જરી પહેલા કે પછી કીમોથેરાપી લેવી પડશે અને આ સારવારની તેમના રોજિંદા જીવન પર કેવી અસર થશે? આવા અનેક પ્રશ્નો રિયાબેન અને તેમના પરિવારને સતત ઘેરી વળતા હતા.

કેન્સર જેવી ગંભીર બીમારીમાં કોઈ પણ ઉતાવળિયો કે અધૂરી માહિતી આધારિત નિર્ણય લેવાને બદલે તેમણે કોઈ અનુભવી નિષ્ણાત પાસેથી સેકન્ડ ઓપિનિયન લેવાનું નક્કી કર્યું.

તેઓ જ્યારે કે.ડી. હોસ્પિટલના કેન્સર સર્જન ડૉ. સોમેશ ચંદ્રા ને મળ્યા ત્યારે ડૉ. સોમેશે તેમની સાથે ખૂબ જ આત્મીયતાથી વાત કરી અને સમજાવ્યું કે સ્તન કેન્સરની સારવાર ક્યારેય બધા દર્દીઓ માટે એકસરખી હોતી નથી. યોગ્ય સારવાર નક્કી કરવા માટે ટ્યુમરના પ્રકાર, તેના હોર્મોન રિસેપ્ટર સ્ટેટસ (ER/PR) અને HER2 પ્રોટીનના પ્રમાણ જેવા જૈવિક ગુણધર્મો જોવા પડે છે. આ ઉપરાંત કેન્સરનો તબક્કો, ટ્યુમરનું કદ, લિમ્ફ નોડ્સ સુધી તેનો ફેલાવો, દર્દીની ઉંમર અને શારીરિક સ્થિતિ જેવા અનેક પરિબળો ભાગ ભજવે છે. આ જ કારણે એક જ પ્રકારનું સ્તન કેન્સર ધરાવતા બે અલગ-અલગ દર્દીઓ માટે પણ સારવારનો અભિગમ સાવ અલગ હોઈ શકે છે.

આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકો ઈન્ટરનેટ પરથી કેન્સર વિશે જાણકારી મેળવતા હોય છે, પરંતુ ડૉ. સોમેશ ચંદ્રએ સ્પષ્ટ કર્યું કે ઓનલાઈન મળતી સામાન્ય માહિતી દરેક દર્દીની સ્થિતિને લાગુ પડતી નથી. સ્તન કેન્સરની સાચી સારવાર એ કોઈ એક ડોક્ટરનો નિર્ણય નથી હોતો, પરંતુ તે એક મલ્ટિમોડાલિટી ટીમ વર્ક છે. આ પ્રક્રિયામાં સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને પેથોલોજિસ્ટ જેવા વિવિધ નિષ્ણાતો ભેગા મળીને દર્દી માટે સૌથી સુરક્ષિત અને અસરકારક રસ્તો નક્કી કરે છે. જો દર્દીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હૃદયની કોઈ બીમારી હોય, તો સંબંધિત તબીબી નિષ્ણાતોની સલાહ લઈને જ આખી સારવારનું પ્લાનિંગ કરવામાં આવે છે.

સેકન્ડ ઓપિનિયન મેળવવાનો મુખ્ય હેતુ અગાઉના ડોક્ટરની સલાહને નાકારવાનો નથી, પરંતુ પોતાની બીમારી અને સારવારના તમામ વિકલ્પો વિશે સંપૂર્ણ સ્પષ્ટતા મેળવવાનો છે. ડૉ. સોમેશ ચંદ્રા જણાવે છે કે સેકન્ડ ઓપિનિયન દર્દીને મૂંઝવણમાં મૂકવા માટે નહીં, પરંતુ સાચી માહિતી આપીને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવામાં મદદ કરે છે. આ પરામર્શ બાદ રિયાબેન અને તેમના પરિવારના મનમાંથી તમામ ડર અને આશંકાઓ દૂર થઈ ગઈ. તેમને સમજાયું કે કેન્સરની સારવારમાં માત્ર નિર્ણય લેવો મહત્વનો નથી, પરંતુ સાચી અને પૂરી સ્પષ્ટતા સાથે નિર્ણય લેવો એ જ જીવન બચાવવાની સાચી દિશા છે.

વધુ માહિતી માટે વેબસાઇટની વિઝિટ કરો:- https://kdcancercentre.com