વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા અને સમર્પણ’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા APMC ખાતે હેલ્થ ચેકઅપ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા APMC ખાતે ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

કેમ્પમાં આરોગ્ય તપાસ, બ્લડ પ્રેશર સહિતની આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી હતી. આ સાથે જ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે 152-ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓને જીવન બચાવવામાં મદદ મળી શકે છે. તેથી વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે અને સમાજના સેવાકીય કાર્યોમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી.