પીએમ મોદીના જન્મદિવસે અનોખી સોગાદ

જળ સંરક્ષણ તરફ મોટું કદમ

રૂ.2 કરોડના ખર્ચે બનશે 151 ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત  

ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવવા માટે ખાસ પ્રોજેક્ટ

એન્કર :

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે એક મહત્વપૂર્ણ સોગાદ આપી છે.આ પ્રસંગે રૂપિયા 2.5 કરોડના ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે એક મહત્વપૂર્ણ સોગાદ આપી છે. મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ જળ સંરક્ષણ માટે હાથ ધરાયેલા રૂપિયા 2.5 કરોડના ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ પ્રોજેક્ટનું સી. આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.

સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-એ એટલે કે ઉધના વિસ્તારમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે આ મોટો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ યોજના હેઠળ ઉધનાના 151 વિવિધ સ્થળો પર અંદાજે 2 કરોડના ખર્ચે રિચાર્જ બોરવેલ બનાવવામાં આવશે. આ ખાસ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો, મેયર અને મહાનગરપાલિકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.