વલસાડમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી
તાલુકા પંચાયત અને માહિતી ભવનનું કરાયુ નિર્માણ
રાજ્યના નાણામંત્રીના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ
5.21 કરોડના ખર્ચે બે ભવનોનું કરાયું છે નિર્માણ
રાજ્ય મંત્રી અને સાંસદે આ પ્રંસગને સોનેરી અવસર ગણાવ્યો
વલસાડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરી અને માહિતી ભવનનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વલસાડમાં નવ નિર્મિત તાલુકા પંચાયત કચેરી અને માહિતી ભવનનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.રૂપિયા 3 કરોડ 10 લાખના ખર્ચે તાલુકા પંચાયત કચેરી નિર્માણ પામી છે,તો બીજી તરફ 2 કરોડ 11 લાખના ખર્ચે નિર્મિત માહિતી ભવન કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ આ પ્રસંગે વલસાડ તાલુકાના ધારાસભ્ય ભરત પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મીડિયા સાથે વાતચીત કરતા નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે,તેમને કરેલા કાર્યોને કારણે જ સુખાકારી જોવા મળી રહી હોવાનો તેઓએ દાવો કર્યો હતો.
બીજી તરફ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પીએમ મોદીના જન્મદિવસ પ્રસંગને દેશ માટે ગૌરવપૂર્ણ પ્રસંગ ગણાવ્યો હતો,અને પીએમ મોદીની કાર્યપ્રણાલીને બિરદાવી હતી.
