પશુપાલક માટે બકરીપાલન બન્યું આજીવિકાનો માર્ગ
સરકારની સબસીડી ગ્રામીણ પરિવારો માટે આત્મનિર્ભરતાનું બળ બની
સરકારી યોજના સામાન્ય પરિવારના જીવનમાં સમૃદ્ધિનો સૂર્યોદય લાવી
પશુ દવાખાનાની ઉત્તમ અને સમયસરની સારવાર પણ બની મદદરૂપ
પશુપાલકોને આત્મનિર્ભર બનાવી ગ્રામીણ અર્થતંત્રને નવી ઊર્જા આપી
જામનગરના તમાચણ ગામના એક પશુપાલકે બકરીપાલન યોજના થકી મુશ્કેલીઓને માત આપી સન્માનજનક આજીવિકાનો માર્ગ કંડાર્યો છે. આર્થિક સંકડામણ વચ્ચે અથાક પરિશ્રમ અને સરકારી યોજનાનો સાથ સામાન્ય પરિવારના જીવનમાં સમૃદ્ધિનો સૂર્યોદય લાવી શકે છે. જામનગરના તમાચણ ગામના એક પશુપાલકે બકરીપાલન યોજના થકી મુશ્કેલીઓને માત આપી સન્માનજનક આજીવિકાનો માર્ગ કંડાર્યો છે. પશુ ખરીદી, આવાસ અને ઘાસચારા પર મળતી 50 ટકા સબસીડી ગ્રામીણ પરિવારો માટે આત્મનિર્ભરતાનું બળ બની રહી છે.
હાથાભાઈ ચાવડિયા એક સમયે ગંભીર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. આ વિષમ સંજોગોમાં તેમણે રાજ્ય સરકારના પશુપાલન વિભાગની યોજના હેઠળ 10 બકરી અને 1 બકરાનું યુનિટ સ્થાપીને પશુપાલનને નિયમિત કમાણીનું મજબૂત માધ્યમ બનાવ્યું છે.
યોજના હેઠળ પશુઓની ખરીદી માટે રૂપિયા 60,000 તેમજ વાડા-આવાસ અને ઘાસચારા માટે રૂપિયા 60,000 મળી કુલ રૂપિયા 1.20 લાખના ખર્ચ સામે 50 ટકા સહાય મળતા હાથાભાઈને મોટો આર્થિક ટેકો સાંપડ્યો છે. આ ઉપરાંત, જામનગર પશુ દવાખાનાની ઉત્તમ અને સમયસરની સારવારે તેમના પશુધનની તંદુરસ્તી જાળવી રાખી છે.
યોગ્ય સમયે મળતો આર્થિક આધાર અને સુદૃઢ પશુ સ્વાસ્થ્ય સેવાઓ છેવાડાના પશુપાલકોને આત્મનિર્ભર બનાવી ગ્રામીણ અર્થતંત્રને નવી ઊર્જા આપી રહી છે.
