ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
નગર સેવા સદન દ્વારા આયોજન કરાયું
સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
અંબેમાતા સ્કૂલ ખાતે આયોજન
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ભરૂચ નગર સેવા સદન દ્વારા અંબેમાતા સ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા
રાજ્ય સરકારના પારદર્શક વહીવટના અભિગમ હેઠળ નાગરિકોની લાગણીઓ, માંગણીઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભો અને સહાયતા નાગરિકો સુધી પહોંચાડવાના હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા શુક્રવારના રોજ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. ૧, ૨, ૯ અને ૧૦ના વિસ્તારના નાગરિકો માટે આ કાર્યક્રમનું આયોજન બંબાખાના રોડ સ્થિત અંબેમાતા સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાગરિકોને પોતાની વ્યક્તિગત રજૂઆતો અને અરજીઓ રજૂ કરવાની તક પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિત નગરસેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવા તથા તેમની સમસ્યાઓના નિરાકરણ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
