ભરૂચના નબીપુર પોલીસ મથક ખાતે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહની અધ્યક્ષતામાં ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આઈ.જી.સંદીપસિંહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ઇન્સ્પેકશનમાં નબીપુર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસણી કરવામાં આવી હતી તેમજ સુઘડ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રેન્જ આઇજીએ જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે.
આ પ્રસંગે એસ.પી.અક્ષય રાજ મકવાણા સહિત ડી.વાય.એસ.પી સી.કે.પટેલ, નબીપુર પોલીસ ઇન્સ્પેક્ટર ટી.આર ચોધરી તેમજ પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
