ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવ્યું આયોજન
રાજ્યમાં 75 હજાર ઉમેદવારો આપશે TAT (S)ની પરીક્ષા
સુરત જિલ્લામાં કુલ 15,958 ઉમેદવારો માટે પરીક્ષા યોજાય
અંતિમ ક્ષણોમાં પણ ઉમેદવારો તૈયારી કરતા જોવા મળ્યા
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તમામ ઉમેદવારોની પરીક્ષા
સુરત જિલ્લામાં કુલ 15,958 ઉમેદવારો માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી અટેલે TAT Secondary’ની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અંતિમ ક્ષણોમાં પણ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર બહાર તૈયારી કરતા જોવા મળ્યા હતા.
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી (TAT Secondary)ની મુખ્ય પરીક્ષા અમદાવાદ, સુરત સહિતના મુખ્ય શહેરોમાં યોજાય રહી છે. રાજ્યમાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનારા 75 હજારથી વધુ ઉમેદવારો આ મુખ્ય કસોટીમાં ભાગ લીધો છે. સમગ્ર રાજ્યમાં કુલ 493 પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, સુરતમાં અંતિમ ક્ષણોમાં પણ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર તૈયારી કરતા જોવા મળ્યા હતા.
સુરત જિલ્લાના કુલ 15,958 ઉમેદવારો માટે 84 બિલ્ડિંગમાં 806 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષા 2 અલગ અલગ સેશનમાં લેવામાં આવશે, જેમાં પેપર-1 સવારે 10:30’થી બપોરે 01:00 અને પેપર-2 બપોરે 03:00’થી 06:00 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ સાથે જ પરીક્ષા કેન્દ્રોની આસપાસ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વખતે પેપરો ફૂટતા હોય છે. પરંતુ આ વખતે પેપર ના ફૂટે અને શાંતિથી પરીક્ષા સંપન્ન થાય તેવી ઉમેદવારોયએ આશા વ્યક્ત કરી છે.
