અંકલેશ્વરમાં કરાયુ આયોજન
યાત્રાનું કરાવાયુ પ્રસ્થાન
પી.એમ.મોદીના જન્મ દિવસ નિમિત્તે યાત્રા
વડનગરથી વારાણસી સુધી આયોજન
મોટી સંખ્યામાં બાઈક યાત્રીઓ જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાઇ રહેલ વડનગરથી વારાણસી બાઈક યાત્રાનું અંકલેશ્વરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત આયોજિત વડનગરથી વારાણસી બાઈક યાત્રાનું અંકલેશ્વર ખાતેથી ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કડવા પટેલ સમાજની વાડી નજીક યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા બાઈક યાત્રામાં જોડાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ભાજપના મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બાઈક યાત્રામાં જોડાયેલા યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સેવા સંકલ્પના સંદેશ સાથે શરૂ થયેલી આ બાઈક યાત્રા અંકલેશ્વરથી આગળ રવાના થઈ હતી.મંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો પણ હેલમેટ પહેરી બાઈક પર યાત્રામાં જોડાયા હતા.યાત્રા દરમિયાન સેવા, સંકલ્પ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
