અંકલેશ્વરની પાનોલી GIDCમાં રખડતા પશુના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાનોલીની RSPL ચોકડી પાસે પૂરઝડપે આવતી કાર ગાય અને વાછરડા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્મતમાં કારની અડફેટે આવતા ગાય અને વાછરડાનું મોત થયું હતું. જ્યારે કારચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પાનોલી GIDC વિસ્તારમાં રસ્તા પર રખડતા પશુઓના કારણે અગાઉ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાને પગલે માર્ગ પર રખડતા પશુઓને દૂર કરવા અને વાહનચાલકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.