રાજપીપળામાં નગરપાલિકા ખાતે આયોજન કરાયું

2 દિવસીય 12મા તબક્કા સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ

નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ અપાયો

આવક-જાતિ સહિત પ્રમાણપત્રલક્ષી સેવા ઉપલબ્ધ

જિલ્લા ભાજપ પ્રમુખ, MLA, પાલિકા પ્રમુખની ઉપસ્થિતી

નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકા ખાતે 12મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોને ઘરઆંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.

નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળા સ્થિત નગરપાલિકા ખાતે 12મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને ઘરઆંગણે મળી રહે તેવા હેતુથી ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં 2 દિવસીય સેવા સેતુ કાર્યક્રમના 12મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જેમાં અરજદારોના આવકના દાખલા, જાતિના દાખલા, રહેઠાણના દાખલા સહિતની વિવિધ પ્રમાણપત્રલક્ષી સેવાઓ ઉપરાંત આરોગ્ય, આવાસ તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગેની સેવાઓ અને માર્ગદર્શન નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દશરણ તડવી, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, પાલિકા પ્રમુખ શિવાની મહેતા, પાલિકાના મુખ્ય અધિકારી વૈશાલી વરિયા સહિત વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.