સમુદ્ર માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીની કરી ધરપકડ
પ્યોર હેરોઇન અને મેથામફેટામાઇન મળી આવ્યું
ડ્રગ્સ કોણે મોકલ્યું અને ક્યાં પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને ભારતીય તટરક્ષક દળે અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટ સામે એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું.અને 3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની કરી ધરપકડ હતી.
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને ભારતીય તટરક્ષક દળે અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટ સામે અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. લક્ષદ્વીપના પશ્ચિમે મધ્ય સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરીને 526 કિલો હાઈ ગ્રેડ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત રૂપિયા 3000 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં બોટ પર સવાર 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગુજરાત ATS ને ગુપ્ત બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારત કે આસપાસના વિસ્તારોમાં ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડે દરિયામાં જહાજો અને હવામાં સર્વેલન્સ વિમાનો દ્વારા સઘન મોનિટરિંગ શરૂ કર્યું હતું. 25 સપ્ટેમ્બરે અરેબિયન સમુદ્રમાં શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડતા જ કોસ્ટગાર્ડના જહાજે તેનો પીછો કર્યો હતો. દરિયાની વચ્ચે જ બોટને ઘેરી લેવામાં આવી હતી અને કમાન્ડોએ બોટ પર ચડીને તલાશી લેતા કોથળાઓમાં છુપાવેલું પ્યોર હેરોઇન અને મેથામફેટામાઇન મળી આવ્યું હતું.
પકડાયેલા પાકિસ્તાની તસ્કરો, ઈરાની બોટ અને 3000 કરોડના ડ્રગ્સના જથ્થાને કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ બંદરે લાવવામાં આવ્યા છે. હવે ત્યાં ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા આ પાકિસ્તાની નાગરિકોની કડક પૂછપરછ કરવામાં આવશે. આ ડ્રગ્સ કોણે મોકલ્યું હતું અને ભારતમાં કે અન્ય કોઈ દેશમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
