ભરૂચ પોલીસની સરાહનીય પહેલ
સાયબર ક્રાઇમ સામે વિશેષ અભિયાન
લોકોમાં જાગૃતિ આવે એ માટે અભિયાન શરૂ કરાયુ
ઓડિયો વિઝયુઅલ વેનનું પ્રસ્થાન
પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમની જન જાગૃતિ અર્થે વિશેષ પહેલ કરવામાં આવી છે.જિલ્લા પોલીસ વડા દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે જેમાં લોકોને ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી લોકોને માહિતગાર કરાશે
સાયબર ક્રાઇમના વધતા જોખમ વચ્ચે ભરૂચ જિલ્લા પોલીસે જનજાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત જનજાગૃતિ વેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડી.વાય.એસ.પી. સી.કે. પટેલ, અનિલ સિસારા, એમ.એમ. ગાંગુલી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.દહેજની એસ.આર.એફ. કંપની દ્વારા આ અભિયાન માટે બસ ફાળવવામાં આવી છે. આ બસમાં ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી સાયબર ફ્રોડ, ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે.
જનજાગૃતિ વેન ભરૂચ જિલ્લાના વિવિધ ગામો તેમજ શાળા-કોલેજોમાં ફરીને વિદ્યાર્થીઓ અને નાગરિકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરશે. ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે જરૂરી સાવચેતી અને સુરક્ષિત ડિજિટલ વ્યવહાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.ભરૂચ જિલ્લા પોલીસની આ પહેલથી ગ્રામ્ય વિસ્તારથી લઈને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સુધી સાયબર સુરક્ષાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
