અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
નગરપાલિકા દ્વારા આયોજન કરાયુ
સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી
શ્રમદાન કાર્યક્રમ યોજાયો
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો જેમા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા માં શારદા ભવન ટાઉન હોલ ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં આગેવાનો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, મામલતદાર રાજન વસાવા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી.આ પ્રસંગે આગેવાનો તથા અધિકારીઓએ જાતે શ્રમદાન કરી સફાઈ કામગીરી હાથ ધરી હતી.
સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ અભિયાનમાં ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત યોજાયેલા આ શ્રમદાન કાર્યક્રમ દ્વારા સ્વચ્છ અને સુંદર અંકલેશ્વર બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
