અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
બોરભાઠા બેટ ગામે આયોજન
વન કવચનું કરાયુ લોકાર્પણ
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
આગેવાનોએ આપી હાજરી
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નિર્માણ પામેલ વમ કવચનું મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચના અંકલેશ્વર રેન્જ દ્વારા બોરભાઠા બેટ ખાતે ‘વન કવચ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તાલુકા પંચાયત અંકલેશ્વરના પ્રમુખ વિવેક ભરડીવાળા તથા બોરભાઠા બેટના સરપંચ પંકજભાઈ બી. પટેલે પણ હાજરી આપી હતી.
આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચના વરિષ્ઠ અધિકારીઓ વિજય એમ. ચૌધરી તથા ભાવનાબેન બી. દેસાઈ પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, મામલતદાર રાજન વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.‘વન કવચ’ના લોકાર્પણનો મુખ્ય હેતુ બોરભાઠા બેટ વિસ્તારમાં હરિયાળીનું સંવર્ધન, વન સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વન સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી માટે સામૂહિક સહભાગિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
