ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજ
મલ્ટીમીડિયા પ્રદર્શન ખુલ્લુ મુકાયું
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
સાંસદ મનસુખ વસાવાએ પણ આપી હાજરી
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત ‘મલ્ટીમીડિયા પ્રદર્શન’ ને રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘મલ્ટીમીડિયા પ્રદર્શનને રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે,સાંસદ મનસુખ વસાવા સહિતના મહાનુભાવોએ રીબીન કાપીને ખુલ્લું મૂક્યું હતું.
ભરૂચ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં “વિકસિત ભારત @ ૨૦૪૭”, “નશા મુક્ત ભારત અભિયાન” અને “સ્વચ્છતા હી સેવા” જેવા મહત્વપૂર્ણ વિષયોને આવરી લેતી આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી.શાળા, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિધાર્થીઓમાં સર્જનાત્મકતા ખીલે અને ‘વિકસિત ભારત ર૦૪૭’ ના સંકલ્પને વેગ મળે તે હેતુથી રાજય સરકાર દ્રારા આયોજિત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાની શાળા તથા તાલુકાકક્ષાની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. ત્યારે ભરૂચ તાલુકાકક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા યોજાયેલો ‘હેલ્થ એક્સ્પો’ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રિતેશ વસાવા, રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિતના અન્ય મહાનુભાવો અને કેન્દ્રીય સંચાર બ્યુરો, સુરતના ક્ષેત્રીય પ્રચાર અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
