અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

નગરપાલિકા દ્વારા આયોજન

શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન

જન જાગૃતિ વર્કશોપ યોજાયો

બાપુને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અપાય

અંકલેશ્વરમાં ‘સ્વચ્છતા હી સેવા 2026’ અંતર્ગત નગરપાલિકા દ્વારા સ્વચ્છ હવા અને ઘન કચરા વ્યવસ્થાપન અંગે જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 ‘સ્વચ્છતા હી સેવા 2026’ અભિયાન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છ હવા અને ઘન કચરા વ્યવસ્થાપન અંગે જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વર્કશોપ દરમિયાન નગર સેવકો અને વિવિધ સમિતિઓના ચેરમેનોનેસ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ-2026 અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને જોખમી કચરાનું યોગ્ય રીતે અલગ-અલગ વર્ગીકરણ કરી તેનો નિકાલ કરવાની જરૂરિયાત સમજાવવામાં આવી હતી. સ્વચ્છ શહેરો અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે નાગરિકોની સહભાગિતા જરૂરી હોવાનું પણ જણાવાયું હતું. બીજી તરફ, નગરપાલિકા કચેરી ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌએ સાથે મળીને કામગીરી કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.