અંકલેશ્વરની પાનોલી GIDC વિસ્તારમાં આવેલી હોસ્ટર લાઇફ સાયન્સ કંપનીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી.

આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ ન ફેલાય તે માટે આશરે ચાર જેટલી ફાયર બ્રિગેડની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.સદનસીબે, આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આગના કારણે કંપનીમાં કેટલું નુકસાન થયું છે તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. ઇન્ડ્રસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે.