ત્રાપજ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત
કારમાં સારવાર છ લોકોના નિપજ્યા કરૂણ મોત
અકસ્માતને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી
પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી
ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.રોડ પરથી પસાર થઈ રહેલી કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.
ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.રોડ પરથી પસાર થઈ રહેલી કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.
બનાવની જાણ થતાં જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.આ અકસ્માતમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડના કોઈ બે પ્લોટનો સ્ટાફ કાળનો કોળિયો બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અકસ્માતમાં વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ, યોગેશભાઈ એમ છ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત જયેશભાઈ નામની વ્યક્તિને ગંભીર હાલતે પ્રથમ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,ત્યારબાદ વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
