બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી હત્યા
આડા સંબંધની આશંકાએ આધેડની કરપીણ હત્યા
પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાની આશંકા
પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓએ ઘટનાને આપ્યો અંજામ
પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણની કરી ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બામણવા ગામમાં આડા સંબંધની આશંકામાં એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો,આ ઘટનામાં પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
“જર, જમીન અને જોરૂ… આ ત્રણ કજિયાના છોરું” – આ કહેવતને સાચી સાબિત કરતી એક સનસનાટીભરી ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બામણવા ગામે સામે આવી છે!
ગત રાત્રે 55 વર્ષીય વીરજીભાઈ જમીને પોતાની વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે અંધારામાં ટાંપ જોઈને બેઠેલા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે પ્રાણઘાતક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આધેડને ગામના જ પસાભાઈ ચાવડાની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. આ જ શંકાના આધારે પસાભાઈ, તેમના પુત્ર અશ્વિન અને ભાણેજ પવન રાઠોડે મળીને આ સમગ્ર હત્યાનો ખૌફનાક પ્લાન બનાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતકના પુત્રની શંકાના આધારે પાટડી પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને હસ્તગત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
