અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

તાલુકા સેવા સદન ખાતે આયોજન

વોટર પ્યોરોફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ

કેમિનોવા કંપની દ્વારા અપાયું અનુદાન

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટ કાર્યરત થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરી ખાતે અરજદારો તેમજ કચેરીના કર્મચારીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુથી વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. કેમિનોવા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે (CSR) આ પ્લાન્ટ માટે અનુદાન આપવામાં આવ્યું છે.

તાલુકા સેવા સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, મામલતદાર રાજન વસાવા, કેમિનોવા કંપનીના પ્રતિનિધિઓ તથા કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્લાન્ટ કાર્યરત થતાં કચેરીમાં વિવિધ કામો માટે આવતા અરજદારો અને કર્મચારીઓને પીવાનું શુદ્ધ અને સ્વચ્છ પાણી સરળતાથી ઉપલબ્ધ થશે.કેમિનોવા કંપની દ્વારા અગાઉ પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે અંકલેશ્વર પંથકની 11 સરકારી શાળાઓમાં વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યા છે. સરકારી કચેરી અને શાળાઓમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો કંપનીનો આ પ્રયાસ જાહેર આરોગ્યની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની રહ્યો છે.