શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના SC/ST સેલ દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ તથા ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના પુણ્યસ્મરણ નિમિત્તે વિવિધ રચનાત્મક સ્પર્ધાઓ અને વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ ધ્રુવિની સાવલિયા વિદ્યાર્થીની દ્વારા પ્રસ્તુત કરાયેલ ગણપતિ સ્તુતિથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. જી. કે. નંદાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતાં જણાવ્યું હતું કે, “જનજાતીય સમુદાયનું રાષ્ટ્રનિર્માણમાં યોગદાન અને ડો. બાબાસાહેબ આંબેડકરના સામાજિક સમરસતાના વિચારો વર્તમાન યુવા પેઢી માટે આદર્શ અને પ્રેરણારૂપ છે.” આ અવસરે વરિષ્ઠ અધ્યાપકઓ ડો. હેમંત દેસાઈ, પ્રા. સોનલ ખંડપુર તેમજ સ્ટાફ અને SC/ST સેલના સમિતિ સભ્યઓ ડો.જયશ્રી ચૌધરી , ડો. નિશા વસાવા અને ડો.જગદીશ કંથારીઆ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને મંચ પૂરું પાડવા માટે વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર/ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલા અને મૌલિક વિચારો રજૂ કર્યા હતા. વકતૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો. હેમંત દેસાઈ, ચિત્ર સ્પર્ધા માટે પ્રા. સોનલ ખંડપુર અને નિબંધ સ્પર્ધા માટે ડો. જગદીશ કંથારીઆએ સેવા આપી હતી.

આ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે સીતા સીંગ (FYBA), ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે અક્ષય રાઠોડ (TYBA),બીજા ક્રમે અવિનાશ ચૌધરી (MA), આર્યન પટેલ (FYBA), આશ્વાસન ક્રમે વણકર પ્રિયાંશી (SYBA), પટેલ પ્રાચી (MA), વસાવા હેતલ (MA) આવ્યા હતા.નિબંધ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમનું કુશળ મંચ સંચાલન કોલેજના વિદ્યાર્થીઓ ધૃવિની સાવલિયા , સમીર તાબુ અને રીઝવાના પટેલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વૈભવ પ્રજાપતિ, યોગાંશુ લાડ આદિ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
