ભરૂચ શહેરમાં હોટલ શાલીમાર પાસે આવેલી છાજલી અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

ભરૂચમાં હોટલ શાલીમાર પાસે આવેલી છાજલી અચાનક તૂટી પડતાં માર્ગ પર પસાર થતા લોકો અને આસપાસના વિસ્તારમાં હાજર લોકોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અચાનક બનેલી આ ઘટનાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
છાજલી ધરાશાયી થવાની ઘટનાથી આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.શહેરના અવરજવરવાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જે રાહતની બાબત છે.સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
