ભરૂચ ક્રાઇમ બ્રાન્ચએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સવા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાએ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી તેમને ઝડપી પાડવા માર્ગદર્શન આપ્યું હતું.
દરમિયાન, એલસીબીના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વી.પી. મલ્હોત્રાની ટીમને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખાનગી બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રણજીતભાઈ ઉર્ફે રણજો કથાભાઈ વસાવે થવા બસ સ્ટેન્ડ ખાતે હાજર છે.બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી થવા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપી છેલ્લા સવા બે વર્ષથી પોલીસ પકડથી દૂર હતો અને ભરૂચ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની સંબંધિત જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે નેત્રંગ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે
ભરૂચ: નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં સવા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
