ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની સુધારણા માટે ખાસ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ ઝુંબેશ અંતર્ગત 18 અને 25 ઓક્ટોબર તેમજ 1 નવેમ્બર, 2026ના રોજ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ દિવસોનું આયોજન કરવામાં આવ્યું છે.ઝુંબેશ દરમિયાન સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બૂથ લેવલ અધિકારીઓ (BLOs) મતદાન મથકો પર ઉપસ્થિત રહી મતદાર યાદીમાં નામ નોંધણી માટેની અરજીઓ સ્વીકારશે. ખાસ કરીને 18થી 19 વર્ષના યુવાનો અને પ્રથમ વખત મતદાર બનવા પાત્ર નાગરિકોને નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ પટેલ વેલ્ફર ડેન્ટલ કોલેજ અને ઇકરા એજ્યુકેશન સંકુલ ખાતે આવેલા મતદાન મથકોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી અને BLOsને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવા મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવી લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો.
ભરૂચ: જિલ્લામાં મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ શરૂ,હવે 18-25 અને 1 નવેમ્બરે યોજાશે ઝુંબેશ
